Menu Close

MSU કોમર્સ ફેકલ્ટીમાં ઑફ્લાઈન શિક્ષણ પર સવાલો

questions-raised-about-offline-studies-at-msus-commerce-faculty

છાત્ર નેતાએ સિન્ડિકેટને આવેદનપત્રમાં કરી ઓનલાઇન પરીક્ષાની માંગ, પ્રાધ્યાપકોની મૂંઝવણ – 200 છાત્રોને કઈ રીતે એક કલાસરૂમમાં બેસાડવા?

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં કોમર્સ ફેકલ્ટીનાં છાત્રો અને પ્રાધ્યાપકોએ ઑફ્લાઈન શિક્ષણને લઈને સવાલો ઉભા કર્યા. કોરોનાકાળમાં તમામ શિક્ષણ ઓનલાઇન કર્યા બાદ, રાજ્ય સરકારના આદેશાનુસાર વડોદરાનાં આ વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયમાં ઑફ્લાઈન ભણાવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. (MSU BCOM Student leader gave letter to Syndicate demanding online exams)

કોમર્સ ફેકલ્ટીનાં પ્રધ્યાપકોએ કાલ રોજ યોજાયેલી બેઠકમાં કહ્યું હતું કે કૉમર્સનાં વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં હોવાનાં કારણે એક ડિવિઝનના બધા 200 છાત્રોને એક કલાસરૂમમાં બેસાડી ભણાવવું મુશ્કેલ છે. શિક્ષક સંઘના પ્રમુખ પ્રજ્ઞેશ શાહે હંગામી અઘ્યાપકોની તાત્કાલિક નિમણુંક કરાવાની માંગ કરી હતી, જેથી હાલમાં અભ્યાસ કરાવી રહેલા અધ્યાપકોને રાહત મળે.

આ બેઠક બાદ કોમર્સ ફેકલ્ટીનાં ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું કે આ વિષયમાં હેડ ઓફિસ સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.

યસ ગ્રુપનાં વિદ્યાર્થી નેતા એફ.આર. નિખિલ સોલંકીએ કાલ રોજ સિન્ડિકેટની બૈઠક દરમ્યાન આવેદન પત્ર આપીને ઓનલાઇન પરીક્ષાની માંગ કરી હતી. સોલંકીએ પત્રમાં જણાવ્યું કે 60% સિલેબસ ઓનલાઇન ભણાવ્યું છે, અને કહ્યું કે અભ્યાસ ઑફ્લાઈન કરો પરંતુ પરીક્ષા ઓનલાઇન થવી જોઈએ.

છાત્રોનાં આવાસ અને આહારનાં મુદ્દા પર સોલંકીએ કહ્યું કે ઘણા છાત્રોને હોસ્ટેલ સુવિધા પણ નથી મળી, તે ઑફ્લાઈન પરીક્ષા માટે કેવી રીતે આવશે અને તૈયારી કરશે. સોલંકીએ પ્રશ્ન કર્યો કે શું વિદ્યાર્થીઓને બે-ત્રણ મહિનાઓ માટે વર્ષની 10 હજારની હોસ્ટેલ ફીસ આપવી પડશે?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *