કોંગ્રેસનાં (Congress) મંથન સત્રમાં હાજરી આપવા પધાર્યા ગુજરાત, આગામી ચૂંટણી માટે તૈયાર થવા કાર્યકરોને કર્યું આહવાન
આ વર્ષે ડિસેમ્બરમાં થનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટે કોંગ્રેસના વિચાર-મંથન સત્ર માટે ગુજરાતમાં આગમન બાદ પાર્ટીનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે દ્વારકાધીશ મંદિરમાં પ્રાર્થના કરી હતી. (Congress leader Rahul Gandhi visits Dwarkadhish Temple in Dwarka)
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં ભાગ લેવા અહીં આવ્યા છે, જે શુક્રવારે શરૂ થયું હતું અને રવિવારે સમાપ્ત થશે. લાંબા સમયથી ભાજપનો ગઢ ગણાતા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત તરીકે આ મુલાકાત જોવામાં આવી રહી છે.
શિબિરમાં રાજ્યની મોંઘવારી, બેરોજગારી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં વરિષ્ઠ નેતાઓના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા છે.
દ્વારકામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેઓ ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર પહોંચી પૂજા કરી ધજાર્પણ કરી. તેઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ ધજા પરંપરા મુજબ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવશે.
ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા પછી, રાહુલ ગાંધીએ મંદિરની નજીકના ડાઇનિંગ હોલમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે નાસ્તો ખાધો. તે પછી, તેઓ પાર્ટીના ચિંતન શિબિર સ્થળ માટે રવાના થયા અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.
અત્ર ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 2017માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.