Menu Close

ન્યુ ઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી T-20 માં વરસાદનાં વિઘ્ન વચ્ચે ભારતનો બચાવ 

 

નેપિયરમાં આજે રમાયેલી ત્રીજી T-20iમાં શરૂઆતથી જ વરસાદનો પ્રભાવ રહ્યો હતો. જેના કારણે ટોસમાં પણ મોડું થયું હતું.

જેને લઈને મેચ તેના નિર્ધારિત સમયથી લગભગ બે કલાક મોડી શરૂ થઈ હતી.

ત્રીજી T-20iમાં ન્યુ ઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બોલિંગ માટે આમંત્રિત કર્યું હતું.

જેમાં ભારતની ટીમમાં વોશિંગ્ટન સુંદરને બદલે હર્ષલ પટેલને સ્થાન મળ્યું હતું. જ્યારે ન્યુ ઝીલેન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં નહોતા આવ્યા.

પહેલી બેટિંગ કરતા ન્યુ ઝીલેન્ડ 160 રન બનાવીને ઑલ આઉટ થઈ ગયું હતું.

જેમાં ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોન્વેએ 49 બોલમાં 59 અને ગ્લેન ફિલિપ્સ 33 બોલમાં 54 રન બનાવી આઉટ થયો હતો. જયારે ભારત તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સીરાજે સૌથી વધુ 4-4 વિકેટ ઝડપી હતી.

160 રનનો પીછો કરતા ભારતની શરૂઆત સાધારણ રહી હતી.

ભારતના બંને ઓપનર ઈશાન કિશન અને રિષભ પંત અનુક્રમે 10 અને 11 રન બનાવીને આઉટ થયા હતા.

જ્યારે શ્રેયસ ઐયર પણ 0 રને આઉટ થતા, ભારતની 21 રને 3 વિકેટ પડી ગઈ હતી.

ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે ભારતની પારી સંભાળવાની કોશિશ કરી હતી.

પરંતુ 39 રનની પાર્ટનરશીપ બાદ સૂર્યકુમાર યાદવ પણ 13 રને ઈશ સોઢીનો શિકાર બન્યો હતો.

આ મુશ્કેલીમાંથી જાણે ભારતને ઉગારવા માટે મેચમાં  વરસાદની એન્ટ્રી થઈ.

ત્યારે ભારતનો સ્કોર 75 રને 4 વિકેટ હતી અને જીતવા માટે 66 બોલમાં 86 રનની જરૂર હતી.

વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. એટલે ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે બંને ટીમનો સ્કોર આ ક્ષણે સરખો હોવાથી મેચને ટાઈ જાહેર કરવામાં આવી હતી.

ત્રીજી T-20i ટાઈ થતાની સાથે જ ભારત 1-0થી ન્યુ ઝીલેન્ડ સામેની શ્રેણી જીતી ગયું હતું.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *