રાજકોટનાં નારાજ આપ નેતા રાજભા ઝાલાએ આજે પોતાના કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો.
રાજભા એ જણાવ્યું કે તેઓએ 18 વર્ષ સુધી બીજેપીમાં જ કામ કર્યું હતું. પરંતુ કોઈક કારણોસર 2020માં આપમાં જોડાઈ ગયા હતા.
AAP દ્વારા તેમને સંગઠન મજબૂત કરવાની જવાબદારી આપવામાં આવી હતી. અને તેમને ભાવનગર, સુરેન્દ્રનગર તથા બોટાદના પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી હતી.
પાર્ટી દ્વારા કેહવામાં આવ્યું હતું કે પક્ષ કોઈ પણ દિવસ કાર્યકરો સાથે અન્યાય નહિ થવા દે, પરંતુ થોડા મહિનાઓ અગાઉ સંદીપ પાઠકે આવીને આખું સંગઠન ભંગ કરી દીધું હતું.
આજે હજારો કાર્યકરો આપ પાર્ટીમાં ખુશ નથી. તેથીજ પોતે અન્ય કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આપ પાર્ટી માટે આ એક મોટો ફટકો કહી શકાય.