રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે
એનસીપી માંથી રેશ્મા પટેલ દ્વારા ગોંડલ બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ NCP અને કોંગ્રેસનું ગઠબંધન થતાં તેમને ટિકિટ મળી ન હતી. આથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ આપનાં ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદ બોલાવી છે. આ પત્રકાર પરિષદમાં જ રેશ્મા પટેલનાં aap માં જોડાવાનું જાહેર કરે તેવી શકયતાઓ જોવાઈ રહી છે.
રેશ્મા પટેલને આમ આદમી પાર્ટી વિરમગામથી હાર્દિક પટેલ સામે લડાવે તેવી પણ શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલ પણ હાર્દિક પટેલની જેમ જ પાટીદાર આંદોલનમાં જોડાયેલ હતા.
NCP પહેલા તેઓ ભાજપમાં પણ જોડાયેલ હતા.