આગામી 4-5 તારીખે સમા ટાંકીની જૂની એલટી પેનલ બદલવાની હોય પાણી મોડુ તેમજ ઓછા પ્રેશરથી આવશે. (Residents of Fateganj and Nizampura of the city will have 2 days of water from tomorrow)
વડોદરા શહેરમાં સમા સ્થિત પાણીની ટાંકી પર જુની એલટી પેનલ બદલવાની હોય આગામી 4-5 તારીખે પાણી મોડુ તેમજ ઓછા પ્રેશરથી મળશે.
શહેરના ફતેગંજ અને નિઝામપુરાના રહીશોને કાલથી 2 દિવસ પાણીની હાલાકી પડશે. 4થી તારીખે પેનલ બદલવાની હોઈ સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધીમાં પાણી વિતરણ કરાશે. જયારે નિઝામપુરા ગામ, નિઝામપુરા મેઈન રોડ વિસ્તાર, છાણી ટીપી 13 વિસ્તાર, નવાયાર્ડ વિસ્તારમાં સાંજે 6 થી 7માં હળવા દબાણથી પાણી આવશે.