Menu Close

નવાપુરા રબારીવાસના રહીશોને એક વર્ષથી સાફ પાણી માટે ત્રાહિમામ

residents-of-navapura-rabariwas-pleading-for-clean-water-since-one-year

વૉર્ડ નં.13નાં કાઉન્સિલરોની ઘણી ફરિયાદો છતાં અધિકારીઓ નિષ્ક્રિય, આજે ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ પોતે ગટરની સાફ-સફાઈ માટે આવી પહોંચ્યા

ક્યાંક પાણી કાળું અને પ્રદૂષિત છે તો ક્યાંક પ્રવાહમાં દબાણનો અભાવ છે. એક વર્ષ કરતા વધુ સમયથી નવાપુરા રબારીવાસના (Navapura Rabariwas) રહેવાસીઓ અશુદ્ધ પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને રહીશોની સતત ફરિયાદો છતાં સત્તાધીશો નિષ્ક્રિય છે.

આ બાબતે આજ રોજ સ્થાયી સમિતિનાં ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ વોર્ડ નં.13ના (Standing Committee Chairman Dr.Hitendrabhai Patel) કાઉન્સિલર જાગૃતિબેન કાકા (Ward no.13 Councillor Jagrutiben Kaka) સાથે આ વિસ્તારમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને નાળાની સફાઈમાં હાથ લંબાવ્યો હતો.

સફાઈ કરતા ગટરમાં દેશી દારુની પોટલીઓ અને વિસ્તારનો બીજો કચરો મળી આવ્યો હતો. ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દરેક નાગરિકને શુદ્ધ પાણી અને પ્રાથમિક સેવાઓ મળવી જોઈએ અને ફરિયાદ કરવાને બદલે આપણું ઘર સ્વચ્છ રાખવાની પહેલ કરવી જોઈએ.

જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે તેણીએ સ્થાનિક રહેવાસીઓને વ્યક્તિગત રીતે આજના દિવસ માટે પિવાના પાણીનાં જગ આપ્યા હતા અને અધિકારીઓની નિષ્ક્રિયતા માટે કડક શબ્દોમાં ટીકા કરી હતી. સ્થળ પર હાજર અધિકારીઓ રિપોર્ટરનાં પ્રશ્નો ટાળી રહ્યા હતા.

સ્થાનિકો, જેમાંથી ઘણા શ્રમજીવીઓ છે, તેમનો દાવો છે કે છેલ્લા વર્ષમાં આજે પેહલી વખત કોઈ પણ અધિકારી પાણીનાં મુદ્દાને સંબોધવા માટે પ્રત્યક્ષ થયા હતા. તેઓ ખાનગી સપ્લાયર્સ પાસેથી પાણી ખરીદે છે કારણ કે તેઓ ઈચ્છતા નથી કે તેમના બાળકો બીમાર પડે.

સ્થાયી સમિતિનાં ચેરમેને ખાતરી આપી હતી કે આ શહેરનો સાંકડો વિસ્તાર છે તે ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *