Menu Close

વડોદરાનાં રાવપુરા વિસ્તારમાં કોમી છમકલામાં સાઈબાબાની મૂર્તિ ખંડિત – Riots in Vadodara City Area

Riots in raopura vadodara city netafy news
તોફાનીઓએ રિક્ષા – ટુ વ્હીલર ઊંધા પાડ્યા
રાતો રાત ખંડિત મૂર્તિની જગ્યા એ નવી મૂર્તિ મુકાઈ
કોઈ અફવામાં આવશો નહિ, માત્ર અકસ્માતના કારણે બે સમુદાયમાં ઝડપ થઈ હતી – પોલીસ કમિશનર (Police commissioner- Shamsher Singh)શું માત્ર એક અકસ્માતના જ કારણે રાત્રે પોલીસને દોડતું થવું પડ્યું અને કડક બંદોબસ્ત ગોઠવવો પડ્યો?
વડોદરાનાં રાવપુરા મેઇન રોડ (Vadodara raopura main road)પર બે અલગ સમુદાયના ઈસમોના અકસ્માત (Accident)  બાદ, ઝપાઝપી થઈ હતી. અને આ મામલો એટલો ઉગ્ર બની ગયો કે તોફાનમાં પરિણમ્યો. (Riots in Vadodara City Area) કોઠી પોળ, જોગીદાસ વિઠ્ઠલની પોળમાં (Jogidas vithalni pod) પથ્થરમારાની ઘટનાઓ સામે આવી.
જોતજોતામાં રાવળીયા વાસ, સરદાર ભવન ખાંચામાં પણ છમકલાઓ નોંધાયા.
ભદ્રકાળી માતાની પોળમાં(Bhadrakali mata Pod) પણ તોફાની છમકલું
તોફાનીઓએ ભારે પથ્થરમારો કરી વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતું. રિક્ષાઓ અને મોપેડ ઊંધા પાડી દીધા હતા.
કેટલાક તોફાનીઓ દ્વારા સાઈબાબાની મૂર્તિ ખંડિત (Sai Baba ni murti broken) કરી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી. જે જોતા રાતો રાત નવી મૂર્તિ ત્યાં સ્થાપી દેવામાં આવી હતી.
તોફાનમાં 5 થી વધુ લોકોને પહોંચી ઇજા. શહેર પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
શહેર પોલીસ કમિશ્નર ખુદ શમશેરસિંઘ (Police commissioner- Shamsher Singh) પણ સ્થળ પર પહોંચ્યાં હતા, અને જણાવ્યું હતું કે આ ઘટના એક અકસ્માત થતાં થઈ હતી પરંતુ હવે સંપૂર્ણ સ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ એ અફવાહ પર ધ્યાન આપવાની જરૂર નથી. તમામ તોફાનગ્રસ્ત વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ ચાલુ છે.
Read Latest Vadodara News.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *