Menu Close

Kashmir Pandit Rahul bhatt killed by terrorist : કાશ્મીરમાં આતંકીઓએ SPO રિયાઝ એહેમદ થોકરને ઘરમાં ઘુસીને ગોળી મારી તથા ક્લાર્ક રાહુલ ભટ્ટને ઓફીસમાં ઘુસીને ગોળી માર્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

Riyaz ahmad and rahul bhatt both killed by terrorist in kashmir netafy news

કાશ્મીરમાં આતંકીઓએ SPO રિયાઝ એહેમદ થોકરને ઘરમાં ઘુસીને ગોળી મારી તથા ક્લાર્ક રાહુલ ભટ્ટને (Terrorists shot Rahul Bhatt in the office) ઓફીસમાં ઘુસીને ગોળી માર્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

કાશ્મીરી પંડિતોએ મૃતદેહની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ રસ્તા પર ઠેર ઠેર વિરોધ વ્યક્ત કર્યો

પંડિતોએ કહ્યું, તેઓ અહીં સુરક્ષિત નથી અનુભવતા. કાશ્મીરી પંડિતોને પરત ફરવાના સરકારના દાવાઓ નિષ્ફળ

પતિના હત્યારાઓને બે દિવસમાં ઠાર મારવામાં આવે: રાહુલ ભટ્ટની પત્ની મીનાક્ષી

કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ફરી કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી રહ્યા છે. (Terrorists in Kashmir are now again targeting Kashmiri Pandits) બડગામમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને SPOને ગોળી મારી દીધી હતી.

જે બાદ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. 24 કલાકમાં હત્યાની બીજી ઘટના બની છે. ત્યારબાદ ખીણમાં તંગદિલી સર્જાઈ અને અલગ-અલગ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે.

આતંકીઓએ ચડુરા ઓફીસમાં ફરજ બજાવતા ક્લાર્ક રાહુલ ભટ્ટને (Rahul Bhatt) ઓફીસમાં ઘુસીને ગોળી મારી દીધી હતી જ્યાં તેમનું મોત થયું.

ત્યાર બાદ આજે શુક્રવારે પુલવામાના ગુદુરામાં આતંકીઓએ SPO રિયાઝ એહેમદ થોકરને (Terrorists shot SPO Riaz Ahmed Thokar in the house) ઘરમાં ઘુસીને ગોળી મારી દીધી હતી.

જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો. સ્થળ પર પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાનો લોકોએ ભારે વિરોધ કર્યો.

રાહુલ ભટ્ટની પત્ની મીનાક્ષીએ કહ્યું કે આતંકવાદીઓ ઓફિસમાં ગયા અને પૂછ્યું કે રાહુલ ભટ્ટ કોણ છે અને ગોળી મારી દીધી. જે બાદ કોઈ કર્મચારી આતંકીઓની સાથે મળેલો હોઈ શકેની માહિતી મળી છે.

જેના કારણે જ આતંકીઓ રાહુલનું નામ જાણતા હતા. તેમની પત્નીએ જણાવ્યું કે રાહુલ સતત ટ્રાન્સફરની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં.

તેમની પત્ની મીનાક્ષીએ સેનાને કહ્યું કે તેમના પતિના હત્યારાઓને બે દિવસમાં ઠાર મારવા જોઈએ. કાશ્મીરી પંડિતોએ મૃતદેહની સાથે રસ્તા પર વિરોધ વ્યક્ત કર્યો. બાદમાં DIG સુજીત કુમારે સમજાવી મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

કાશ્મીરી પંડિતોએ (Kashmiri Pandit) હાઈવે જામ કરીને વિવિધ જગ્યાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પંડિતોનું કહેવું છે કે તેઓ અહીં સુરક્ષિત નથી અનુભવતા અને કાશ્મીરી પંડિતોને પરત ફરવાના સરકારના દાવાઓ નિષ્ફળ જતા જણાય છે.

શિવસેનાના સંજય રાઉતે જણાવ્યું કે, હનુમાન ચાલીસાના પાથથી સમસ્યા નહિ ઉકેલાય, મોદી સરકારે ગંભીરતાથી કામ લેવું પડશે.

For more updates follow Netafy.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *