ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ એવી વિશ્વની સૌથી ઉંચી મહિલા 215.16 cm(7′ 0.7″)રુમેસા ગેલ્ગીએ તેમના જીવનમાં પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી છે. સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી ગેલ્ગીની આ મુસાફરી ચર્ચાનો વિષય બની છે. ટર્કિશ એરલાઈન્સે તેમની ઊંચાઈને લીધે ઈકોનોમી ક્લાસમાંથી 6 સીટો નીકળવાની ફરજ પડી હતી. તુર્કીના ઈસ્તાંબુલથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો માટેની તેમની આ ઉડાન 13 કલાકની હતી.
ગેલ્ગીની આ મુસાફરી શક્ય બનેએ હેતુથી એરલાઈને પ્લેનમાં છ સીટોને સ્ટ્રેચરમાં ફેરવી હતી. 25 વર્ષીય રુમેસા ગેલ્ગી સામાન્ય રીતે તેની વ્હીલચેરનો ઉપયોગ કરે છે. તેમને જે એક આનુવંશિક વિકાર છે તેને વીવર સિન્ડ્રોમ કહેવાય છે. અને આ જ વિકારને લીધે તેમનું શરીર ઝડપથી વધી રહ્યું છે.
ગેલ્ગીએ તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને તેમાં પોતાના સફર વિશે લખતા જણાવ્યું કે, “શરૂઆતથી અંત સુધીની સફર સારી રહી છે. આ મારી પહેલી પ્લેન મુસાફરી હતી. પરંતુ તે ચોક્કસપણે મારી છેલ્લી નહીં હોય… મારી યાત્રાનો ભાગ બનેલા દરેકનો હૃદયપૂર્વક આભાર.”
Good