Menu Close

રશિયાએ વગાડ્યો યુદ્ધનો શંખ, યુક્રેનમાં સંભળાયા ધડાકા

russia-invades-ukraine-explosions-heard

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા પૂર્વમાં વિશેષ સૈન્ય કાર્યવાહીને અનુમતિ

રશિયન (Russian President Vladimir Putin) દળોએ આજ રોજ યુક્રેનના કેટલાક શહેરો પર મિસાઇલો છોડી અને તેના દક્ષિણ કિનારે સૈનિકો ઉતાર્યા. પુતિનનાં ટેલિવિઝન સંબોધનનાં થોડા સમય પછી, યુક્રેનની રાજધાની કિવમાં વહેલી સવારે વિસ્ફોટો સાંભળી શકાયા અને કિવના મુખ્ય એરપોર્ટ નજીક ગોળીબાર થયો.

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું કે પુતિને યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યું છે, યુક્રેન પોતાનો બચાવ કરીને જીતશે, અને વિશ્વ પુતિનને રોકી શકે છે. અમરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને જણાવ્યું હતું કે તેમની પ્રાર્થના યુક્રેનના લોકો સાથે છે કેમકે તેઓ રશિયા દ્વારા ઉશ્કેરણી વગરના અને ગેરવાજબી હુમલાનો ભોગ બને છે અને બદલામાં કડક પ્રતિબંધોનું વચન આપ્યું હતું.

રશિયાની માંગ છે કે યુ.એસ.ની આગેવાની હેઠળનું એટલાન્ટિક લશ્કરી જોડાણ નેટોમાં યુક્રેન દાખલ ન થાય અને નેટોનું પૂર્વતરફી વિસ્તરણ સમાપ્ત થાય. પુતિને જણાવ્યું હતું કે રશિયા પાસે યુક્રેનમાંથી ઉદ્ભવતા જોખમો સામે પોતાનો બચાવ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, અને રક્તપાતની જવાબદારી યુક્રેનનાં શાસનના અંતરાત્મા પર રહેશે.

કિવમાં યુક્રેનના લશ્કરી કમાન્ડ કેન્દ્રો અને ઉત્તરપૂર્વમાં ખાર્કીવ શહેરમાં મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે રશિયન સૈનિકો ઓડેસા અને મેરીયુપોલના દક્ષિણ બંદર શહેરોમાં ઉતર્યા હતા. વિસ્ફોટોથી છૂટાછવાયા પૂર્વી શહેર ડોનેત્સ્કમાં પણ હડકંપ મચી ગયો હતો અને સિવિલિયન વિમાનોને આ પ્રદેશથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.

કલાકો પહેલાં, રશિયન તરફી અલગતાવાદીઓએ કથિત યુક્રેનિયન આક્રમણને રોકવા મદદ માટે મોસ્કોને એક અરજી જારી કરી હતી – જેણે યુનાઇટેડ સ્ટેટ્સે રશિયન પ્રચાર તરીકે બરતરફ કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે કહ્યું કે મોસ્કોએ આક્રમણને મંજૂરી આપી છે અને મંત્રણા માટેના આમંત્રણનો જવાબ આપ્યો નથી.

યુ.એસ.નાં રાષ્ટ્રપતિ જો બાયડેન, નાટોના સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટનબરર્ગ, અને સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે રશિયાના હુમલાની સખત નિંદા કરતા યુદ્ધના યુક્રેન અને વિશ્વ માટે દૂરગામી પરિણામો ગણાવ્યા. પશ્ચિમી દેશો અને જાપાને રશિયન બેંકો અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા હતા પરંતુ આક્રમણ શરૂ ન થાય ત્યાં સુધી તેમના સખત પગલાં અટકાવી દીધા હતા.

સોમવારથી તોપમારો વધુ તીવ્ર બન્યો હતો જ્યારે પુતિને બે અલગતાવાદી પ્રદેશોને સ્વતંત્ર તરીકે માન્યતા આપી હતી અને “શાંતિ રક્ષકો”ની તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો, જે પશ્ચિમે આક્રમણની શરૂઆત તરીકે ઓળખાવ્યું હતું. યુક્રેનની સરકારે બુધવારે લડાઈની ઉંમરના તમામ પુરુષો માટે ફરજિયાત લશ્કરી સેવાની જાહેરાત કરી હતી. (Russian President Vladimir Putin has ordered troops into two rebel held region in eastern Ukraine after recognising them as independent states)

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *