ઓનલાઈન શિક્ષણને (Online Studies) લીધે સ્કૂલો, વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ધો. 9 થી 12 માં 30% કોર્સ ઘટાડવાની માંગ કરી હતી
જેને જોતા સરકારે શિક્ષણ સંઘોને સમજાવીને વધારાનો અભ્યાસ કવર કરાવવા જણાવ્યું
અંદાજે 2 લાખથી વધુ શિક્ષકો સ્વૈચ્છિક100 કલાકનું વધુ શિક્ષણ આપશે
કોરોનાકાળમાં (Corona Pandemic) સ્કૂલો બંધ રહેતા ધો.1થી12માં વિદ્યાર્થીઓના બગડેલા અભ્યાસને ભરપાઈ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 100 કલાકનો સમયદાન શૈક્ષણિક યજ્ઞ શર કરવા નિર્ણય કરાયો.
જે અંતર્ગત એપ્રિલ સુધી શિક્ષકો નિયત સમય કરતા વધુ સમય માટે વિદ્યાર્થીઓને ભણાવશે. રાજ્યની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 100 કલાક વધુ ભણાવાશે.
ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને અઘરા ચેપ્ટરો, વિષયો અને રહી ગયેલો કોર્સ ભણવી શકાય તે રીતેનું આયોજન કરાશે.