ચૂંટણી (Election) નજીક આવતા જ ટિકિટ વાંચ્છુકો ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દે છે અને ગમે તે કિંમત ચૂકવવા તત્પર રહેતા હોય છે. તેમની આ જ ઉત્સુકતાનો ફાયદો ઉઠાવવા કેટલાક ભેજાબાજો તૈયાર રહેતા હોય છે.
આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો હતો. વડોદરાના માજી સાંસદ અને કોંગ્રેસના નેતા સત્યજીયસિંહ ગાયકવાડને (congress leader satyajitsinh gaekwad) એક ભેજાબાજ દ્વારા પોતાની ઓળખ રાહુલ ગાંધીના PA તરીકે આપીને કહેવામાં આવ્યું હતું કે જો તમે વાઘોડિયા વિધાનસભા માંથી ટિકિટ ઈચ્છતા હોવ તો ઓબઝર્વરની એક ટીમ વડોદરા ખાતે આવવાની છે તેમના હોટલમાં રહેવાની અને સરભરા કરવાનો ખર્ચ ઉપાડી લેજો. તેમજ વધુમાં બેંક ઓફ મોરેશિયસ નાં કોઈ ખાતામાં અમુક રકમ જમા કરાવવા કહેલ.
ભેજાબાજના અવાજથી કોંગ્રેસ નેતાને શંકા જતા, ભેજાબાજે કહેલ કે ભારત જોડો યાત્રામાં બહુ કામ કરવાથી અવાજ બદલાઈ ગયો છે. કોંગ્રેસ નેતાના જણાવ્યા અનુસાર ભેજાબાજ વ્યક્તિને રાજકારણની પણ ઘણી સારી સમજ હતી.
આ અંગેની ફરિયાદ કોંગ્રેસ નેતા સત્યજીત સિંહ ગાયકવાડ દ્વારા પોલીસને કરવામાં આવી છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.