Menu Close

Saudi Arabia Banned Tabligi Jamat To Avoid Terrorist Entrance: તબલીગી જમાતને આતંકવાદનુ પ્રવેશદ્વાર તથા સમાજ માટે ખતરનાક ગણાવી સાઉદી અરબે મુક્યો પ્રતિબંધ

saudi-arabia-banned-tabligi-jamat-to-avoid-terrorist-entrance
અરબ સરકારે મસ્જિદોને શુક્રવારની નમાજ દરમિયાન આ સંગઠન વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાની સલાહ આપી 
હવે સાઉદી અરબમાં તબલીગી જમાત સાથે સબંધ રાખવો પણ ગેરકાયદેસર ગણાશે
સાઉદી અરેબિયાએ સુન્ની મુસ્લિમોના મોટા સંગઠન એવા તબલીગી જમાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. (Saudi Arabia banned Tabligi jamat to avoid terrorist entrance)
જમાતને આતંકવાદનું પ્રવેશદ્વાર ગણાવીને તેની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સાઉદી સરકારના ઇસ્લામિક બાબતોના મંત્રાલયે આ નિર્ણયને ટ્વિટ કરીને જણાવ્યો.
ઈસ્લામિક મામલાઓના મંત્રી ડો.અબ્દુલ્લાતિફ અલ અલશેખે મસ્જિદો અને મૌલવીઓને જણાવ્યું કે, મસ્જિદોમાં નમાઝ માટે આવતા લોકોને જાગૃત કરવામાં આવે તથા આ જમાતે કરેલી ભૂલોની જાણકારી આપવામાં આવે. સાઉદી અરબમાં તબલીગી જમાત સાથે સબંધ રાખવો પણ હવે ગેરકાયદેસર ગણાશે.
કોરોનાકાળમાં દિલ્હી નરકસ પર ભેગા થયેલી જમાતના કારણે કોરોના વકર્યો હોવાની વાતે ભારતમાં પણ ભારે હોબાળો મચાવ્યો હતો.
તબલીગી જમાતની ઉત્ત્પત્તિ 100 વર્ષ પહેલા દેવબંદી ઈસ્લામી વિદ્વાન મૌલાના મહોમ્મદ ઈલયાસે ધાર્મિક સુધાર આંદોલન તરીકે કરી હતી. તેમનું મુખ્ય કામ ધાર્મિક ઉપદેશો આપવાનુ અને ઈસ્લામના 5 પાયાના ઉપદેશોનો પ્રચાર પ્રસાર કરવાનુ છે.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *