Menu Close

શાહીન બાગમાં MCDની કાર્યવાહી પર રોક લગાવવાની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી

Shaheen baugh MCD procedure can not be stopped said supreme court netafy news
– અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે 4 મેના રોજ સંગમ વિહારમાં ગરીબોની ઈમારતો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. હવે સોમવાર સુધી ઓખલા શાહીન બાગમાં પણ આવું કરવાની જાહેરાત કરી છે.
– આ બાબતે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે રાજકીય પક્ષો આ અરજી લઈને કેમ આવ્યા છો, અમે ફક્ત પીડિત પક્ષને જ સાંભળીશું.સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો

દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ગેરકાયદે બાંધવામાં આવેલી વસાહતોને હટાવવાના (Remove illegal constructrd colonies in Shaheen Bagh, South Delhi)  આદેશ સામે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી (CPM)એ અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

આ બાબતે સુપ્રીમ કોર્ટે નારાજગી (Supreme Court) વ્યક્ત કરતા જણાવ્યું કે રાજકીય પક્ષો આ અરજી લઈને કેમ આવ્યા છો, અમે ફક્ત પીડિત પક્ષને જ સાંભળીશું કહી સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો હતો.  અરજીમાં જણાવાયું હતું કે સત્તાધારી પક્ષે ઝૂંપડપટ્ટીઓ તોડવાની યોજના બનાવી છે અને આગામી સપ્તાહમાં તેનો અમલ પણ કરવામાં આવશે.

Read Latest Vadodara News.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *