આગામી તારીખ 5 ડિસેમ્બર ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, ત્યારે ચૂંટણી પ્રચાર છેલ્લો તબક્કો પસાર કરી રહ્યું છે.
એવામાં ડભોઇ ના MLA શૈલેષ સોટ્ટાની ભાયલી ખાતે સભા યોજવામાં આવી હતી.
આ સભામાં શ્રી સ્મૃતિ ઈરાનીને પણ આમંત્રણ આપવાનું આપ્યું હતું.
સભા સંબોધતા શૈલેષભાઈએ કહ્યું હતું
• ભાજપની વિચારધારા હિન્દુત્વની વિચારધારા છે
• સરંક્ષણ પ્રધાન રાજનાથજી જો કહી શકતા હોય કે ભાજપની વિચારધારા હિન્દુત્વની છે તો મને કહેવામાં કોઈ વાંધો નથી
• કોંગ્રેસના એક કોર્પોરેટરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જેઓ વર્ષો સુધી જીતી શક્યા નથી, તેમને કોંગ્રેસે ઇન્ચાર્જ બનાવ્યા છે.
• ચાર કૂતરા ભેગા થઈને સિંહને ઘેરી શકે, પણ શિકાર ન કરી શકે
● ભાયલીના લોકોની માગણી માટે કહ્યું હતું કે ‘જો આંદોલન પર ઉતરવાનો વારો આવશે તો આંદોલન કરીશ.
પરંતુ દરેક સોસાયટીમાં અશાંત ધારાનો અમલ જરૂર અપાવીશ.’
● તેમને લવ જીહાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના વિશે ઉલ્લેખ કર્યો હતો કે લવ જેહાદ માટે તેમને વાત ઊભી કરી હતી અને વિધાનસભામાં લવજેહાદ નો કાયદો પાસ કરાવીને જ જંપ્યા હતા.
● ભાયલીના લોકોને ભાયલી તળાવનું બ્યુટીફિકેશન કરવાની પણ ખાતરી આપી હતી.
● ભાયલી ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાલ આવાસ યોજનાની સ્કીમ પાસ થઈ રહી છે.પરંતુ જો લોકો નહિ ઇચ્છતા હોય અને ક્રિકેટ ગ્રાઉન્ડ ને રમત માટે વાપરવા માંગતા હશે તો તેઓ ભાઇલીના લોકોની પડખે ઊભા રહેશે.
● કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ઉલ્લેખ આવતા તેમને પાવાગઢના ડેવલપમેન્ટ તથા માતાજીના ધામ ઉપર ફરકતી ધજાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
● સરદાર ધામની આસપાસ 65 કરોડના ખર્ચે સાફ-સફાઈ કરાવવામાં આવી તથા રસ્તાનું કામ પણ ચાલુ કરાવવામાં આવ્યું. જેથી કરીને લોકોને સરદાર ધામની મુલાકાતમાં કોઈ પણ તકલીફ ન પડે તેમ પણ શૈલેષ મહેતાએ જાહેર સભામાં કહ્યું હતું.