શંકરસિંહ વાઘેલા (Shanker Singh Vaghela), નરેશ પટેલ (Naresh Patel) અને
અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) આવી શકે છે ગુજરાત કોંગ્રેસના (Comgress) પંજામાં
કોંગ્રેસની વિચારધારા સાથે જોડાશે તો તેમનું સ્વાગત છે: રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ચહલપહલ વધી રહી છે.
PAAS નેતા અલ્પેશ કથીરિયા ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે મુલાકત કરી ચુક્યા છે. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે, અમારી માંગો સરકારે પુરી નથી કરી, કોંગ્રેસના આમંત્રણ પર આગામી સમયમાં નિર્ણય લઈશું.
બીજી તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઇને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે (Haedik Patel) નિવેદન આપ્યું હતું કે, જો નરેશભાઈ રાજકારણમાં આવી કામ કરવા ઇચ્છતા હોય તો તેમના માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લાં છે. કોંગ્રેસ લાલજાજમ બિછાવવા તૈયાર છે.
વધુમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફરી કોંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાના વખાણ કરતા કહ્યું હતું કે, સંઘર્ષનું બીજુ નામ એટલે શંકરસિંહ બાપુ. તેમણે તેમના વખાણની સાથે સાથે કોંગ્રેસમાં આવવા અડકાતરું આમંત્રણ પણ આપી દીધું હતું.
કોંગ્રેસ હાલ પૂર્વ મંત્રીઓના સંપર્કમાં છે, દ્વિપક્ષીય વાતચીત ચાલી રહી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.