ગુજરાતમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી
ખાતે ભાજપની પેપરલેસ કારોબારી બેઠક મળી.
મુલાકાતે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની પ્રતિમા સમક્ષ મસ્તક નમાવી સ્મરણાંજલિ અર્પણ કરી.
સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સભ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના ડે. સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા.
દેશ વિદેશના વિવિધ પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તેમજ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી.
To know your corporator download Netafy App: https://bit.ly/3q84h5z