Menu Close

રામનવમીના દિવસે ખંભાત સહિત અનેક રાજ્યોમાં તોફાનોના તાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી પહોંચ્યા

Stone pelting at ram navmi matter connected to pakistan and afganistan says police - netafy news

ખંભાતમાં થયેલા તોફાનો મામલે થયો મોટો ખુલાસો.

– 3 મૌલવી અને 2 શખ્સે અગાઉથી કાવતરું ઘડ્યું હતું
– મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન કાવતરાના મુખ્ય સુત્રધારો
– શોભાયાત્રા સમયે જ પથ્થરમારો કરવાનું આયોજન હતું
– પથ્થરમારામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું
– આ આતંકી હુમલાને અંજામ આપવા ખંભાત બહારથી લોકોને બોલાવાયા હતા
– સુયોજિત આયોજન મુજબ પહેલા પથ્થરમારો અને પછી આગચંપી કરવાનો પ્લાન હતો

સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ, મોટું ષડયંત્ર હોવાનો ગુજરાત પોલીસનો ખુલાસો

રામનવમીના પવિત્ર દિવસે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાનો અને ધમાલ થઈ હતી જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું.  તપાસ કરતા આ કેસમાં છેક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધીની સંડોવણી સામે આવી હોવાના સમાચાર છે.

જાણકારી અનુસાર ખંભાતમાં કરવામાં આવેલી આગચંપી અને પથ્થરમારો પૂર્વનિયોજીત કાવતરું હતું (Ram Navami violence in Gujarat Khambhat in  Anand was pre planned) જેમાં મૌલવીએ તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કર્યા  હતા. શોભાયાત્રાની અગાઉ જ 3 મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી કાઢ્યું હતું.

મુસ્તકીમ મૌલવી , મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે. (Maulvi Mustaqin has been named as the mastermind of the conspiracy)

જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રમાં શામેલ હતા.

For more news click on Netafy_News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *