વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપ (Waghodia Road Goverdhan Township) પાસે રસ્તે રખડતી ગાયે એકટીવા ચાલક વિદ્યાર્થી હેનિલને અડફેટે લેતાં વિદ્યાર્થીને જમણી આંખમાં ગાયનું શિંગડુ વાગતાં આંખ ફૂટી ગઈ હતી.
હેનીલ ભાઈલાલભાઈ પટેલ સીટીમાં કામ અર્થે ગયાં હતાં ત્યાંથી પરત એકટીવા પર ઘર તરફ આવતાં હતાં. (Henil Patel met with an Accident)
તે દરમ્યાન ગોર્વધન ટાઉનશીપ પાસે રસ્તે રખડતી ગાયને કોઈ વ્યકતિ દ્વારા હડસેલવામાં આવતાં ગાય ડરી જતાં તે એકાએક કુદીને હેનિલ પટેલની એકટીવા સાથે અથડાય હતી.
આ ઘટનામાં હેનિલ પટેલની જમણી આખમાં ગાયનું શિંગડુ વાગી જતાં તેની આંખમાં ગંભીર ઈજા આવી છે.
જેથી હેનિલને તાત્કાલિક સારવાર માટે નજીક આવેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં ત્વરિત સારવાર મળવા છતાં આંખ બચાવી શકાઈ ન હતી. હેનિલની હાલત જોઈને પરિવરમાં પાલિકા વિરુદ્વ રોષ જોવા મળ્યો હતો.
પાલિકાનાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.
For more news click on Netafy-News Vadodara.