39 પૈકી 11 વિદ્યાર્થીઓ રહ્યા માસ પ્રમોશનથી વંચિત
સત્તાધીશોએ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું
બીજા વર્ષની પરીક્ષા આડે ગણતરીના દિવસો બાકી ત્યારે પ્રથમ વર્ષની પરીક્ષા આપવાનું કેહતા હોબાળો
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ ખાતે GMCનો અભ્યાસ કરતાં 39 વિદ્યાર્થીઓ માંથી સરકારનાં પરિપત્ર મુજબ આશરે 11 જેટલાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં માસ પ્રોમોશન ન મળતાં નારાજ વિદ્યાર્થીઓ તથા તેઓનાં વાલીઓ સુમનદીપ વિદ્યાપીઠ સંકુલ ખાતે પોહચ્યાં હતાં. (out of 39 students 11 students was not getting mass promotion in the first year) જયારે રજૂઆત દરમિયાન વિદ્યાપીઠ સંકુલ સત્તાધીશોદ્રારા ગુજરાત સરકારમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રશન ન થયું હોવાની ભૂલ સ્વીકારી હતી. (Sumandeep Vidyapeeth authorities Accepted the mistake of not registration of students name in Gujarat government)
જેનાં કારણે વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન ન મળ્યું હોવાનું સામે આવ્યું હતું. (students did not get mass promotion) તેઓને કહેવામાં આવ્યું કે આ વર્ષે તમારે પ્રથમ વર્ષની પણ પરીક્ષા આપવી પડશે વિદ્યાર્થીઓ અત્યારે બીજા વર્ષમાં છે ત્યારે બીજા વર્ષની પરીક્ષાને થોડો જ સમય બાકી છે ત્યારે સતાધીશોએ આવો જવાબ આપ્યો. ત્યારે માસ પ્રોમોશનથી વંચિત રહી ગયેલાં વિદ્યાર્થીઓ તથા તેઓનાં વાલીઓ વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યાં હતાં. તેઓએ આવેદનપત્ર થકી તંત્ર સમક્ષ ન્યાયની માંગણી કરી હતી. સાથે સુમનદીપ વિદ્યાપીઠ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે.
Read Latest Vadodara News.