યુક્રેન (Ukraine) પર આક્રમણ કરવાના લીધે રશિયા વિરુદ્ધ વિશ્વવ્યાપી વિરોધ ઉભો થયો છે. ત્યારે સોશ્યલીસ્ટ યુનિટી સેંટર ઓફ ઇન્ડિયા (કૉમ્યૂનિસ્ટ) પાર્ટીએ યુદ્ધના વિરોધમાં દેશભરમાં આંદોલન કર્યું છે.
તે અંતર્ગત, આજ રોજ વડોદરાનાં અકોટા ચાર રસ્તા પાસે SUCI કૉમ્યૂનિસ્ટ પાર્ટીની શાખાએ પ્રદર્શન કર્યા અને યુક્રેન પરના હુમલાને બંધ કરવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા.
SUCI વડોદરાનાં સચિવ તપનદાસ ગુપ્તાનાં (Tapan Das Gupta) જણાવ્યા અનુસાર અમેરિકા (USA), જર્મની (Grmany), અને ચીન (China) જેવા વિશ્વનાં સામ્રાજ્યવાદી દેશો પોતાનો કબ્જો જમાવવા માટે હંમેશા બીજા દેશો પર હુમલો કરતા આવ્યા છે, અને તેમની પાર્ટી યુદ્ધનાં ભયની વિરોધી છે.
તપનદાસ ગુપ્તાએ જણાવ્યું કે મુળિવાદિ દેશોનાં એકાધિકારવાદી ઉદ્યોગપતિઓ દ્વારા ગરીબ જનતાને લૂંટવા યુદ્ધ થતા હોય છે. યુક્રેન અનાજ, તેલ, અને ગૅસથી ભરપૂર હોવાનાં કારણે અમેરિકા અને રશિયા તેના પર આધિપત્ય જમાવવા માંગે છે, જેનો ભોગ ત્યાંની સામાન્ય જનતા બને છે.
તેમને જણાવ્યું કે રશિયાની (Russia) સામાન્ય જનતા પણ રસ્તા પર ઉતરી આ યુદ્ધનો વિરોધ કરી રહી છે. તેમણે વિશ્વનાં શાંતિપ્રિય લોકોને રશિયાનો વિરોધ કરવાની અપીલ કરી. તેમનાં જણાવ્યા અનુસાર SUCI કૉમ્યૂનિસ્ટ પાર્ટી યુદ્ધગ્રસ્ત દેશોની શોષિત-પીડિત જનતા માટે ઉભી છે અને ઉભી રહેશે.