ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધતા કહ્યું, આજે વ્હાલી ગ્રીષ્માને શ્રદ્ધાંજલી પાઠવું છું. (Grisma murder case) ગ્રીષ્માના પરિવારને આપેલો વાયદો પૂરો કરીને સંતોષ અનુભવું છું.
આવા આરોપીઓને સરકાર ક્યારેય બક્ષવા માંગતી નથી. આ ચુકાદાનો ભય આરોપીઓ યાદ રાખશે.
સુરત, ગ્રીષ્મા હત્યા કેસની ઘટનામાં સેશન્સ કોર્ટે આજે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે.(Fenil Goyani)ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પત્રકાર પરિષદ સંબોધન કર્યું જેમાં તેઓએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂરું કર્યું છે. (I have fulfilled the promise made to Grishma’s family)
મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને કાલે હું ગ્રીષ્માના પરિવારને મળીને તેમને સાંત્વના પાઠવીશ. ઉપરાંત વધુમાં જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. ગુજરાતની માતા-બહેન,દિકરીઓ સુરક્ષિત છે.
હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) વધુમાં જણાવ્યું કે, ગણતરીના દિવસોમાં આરોપીને સજા ફટકારીને માત્ર 70 દિવસમાં જ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે.
રાજ્યની પ્રજાને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે. તથા ગુજરાતમાં અપરાધ કરનારનું કોઇ સ્થાન નથી. કોર્ટે આ ગુનાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. આવા આરોપીઓને સરકાર ક્યારેય બક્ષવા માંગતી નથી. આ ચુકાદાનો ભય આરોપીઓ યાદ રાખશે.
Follow Netafy News & Stay updated with vadodara local news.