– ચૂંટણી નજીક આવતા રાજ્ય સરકારને આદિવાસીઓનું હિત દેખાયું.
– પ્રોજેક્ટને રોકવા આદિવાસીઓનો સરકાર વિરુદ્ધ ભારે વિરોધ, આંદોલનો અને દેખાવો રંગ લાવ્યા.
– આ પ્રોજેક્ટને 28 માર્ચના રોજ સ્થગિત કરાયો હતો.
તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને ((Tapi Par Narmada River Link Project) આદિવાસીઓએ ગુજરાત સરકાર વિરુદ્ધ ભારે વિરોધ, આંદોલનો અને દેખાવો કર્યા હતા.
જે બાદ રાજ્ય સરકારે આદિવાસીઓના વિરોધને જોતા મહત્વનો નિર્ણય લઈ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો છે.
ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ આ પ્રોજેક્ટ અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી ગયા હતા.
આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી હતી જે બાદ કેન્દ્ર તરફથી આ પ્રોજેક્ટને રદ્દ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. (Tapi Par Narmada River Link Project Finally Cancelled)
Follow Netafy News & Stay updated with vadodara local news.