શિક્ષક દિવસ નિમિત્તે વડોદરા શહેર ગૌ-રક્ષા સમિતિ દ્વારા વડોદરા શહેરના ગૌરવવંતા શિક્ષકોનું સન્માન કરવાનાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કલ્યાણ પ્રસાદ ભવન, માંડવી ખાતે રાખવામાં આવેલ હતું.
પ. પૂ. દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિ માં શિક્ષકોનું સન્માન યોજાયું હતું. જ્યાં પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્ર લાખાવાલા વિશેષ આમંત્રિત હતા.
ગૌ-રક્ષા સેવા સમિતિના અને વોર્ડ નં 14 નાં કોર્પોરેટર શ્રી સચિન પાટડિયા નાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ સફળ બનાવવામાં પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય મિનેશ શાહ અને સમીર વાઘેલા તેમજ અશ્વિન સરનું મહત્વનું યોગદાન રહ્યું છે.
વોર્ડ ૧૪નાં અન્ય કાઉન્સિલર શ્રીમતી જેલમ ચોકસી, ભાજપ વ્યાપાર સેલના સહ સંયોજક શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Now you can submit your area issues direct to your corporator and you can get speedy results
For more information download Netafy App