આગામી 18મી જુલાઈએ યોજાશે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી (Indian Presidential election 2022)
– મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી કરી જાહેરાત
– 29 જૂને નામાંકન, 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી તથા 21મી જુલાઈએ મતગણતરી થશે
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 776 સાંસદો અને 4120 ધારાસભ્યો મતદાન કરશે.
દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી 24 જુલાઈના રોજ પૂર્ણ થશે તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની નિમણુંક કરવામાં આવશે.
નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી 29 જૂને નામાંકન, 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી તથા 21મી જુલાઈએ મતગણતરી થશે તેવી જાહેરાત કરી છે.
વોટિંગ અને મતગણતરીમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 776 સાંસદો અને 4120 ધારાસભ્યો મતદાન કરશે.
For more news click on Netafy-News Vadodara.