– IAS સંજીવ ખિરવારની ટ્રાન્સફર લદાખમાં (IAS Sanjeev Khrwar was transferred to ladakh and his wife Rinku has been transferred to Arunachal Pradesh) તથા પત્ની રિંકુની બદલી અરુણાચલ પ્રદેશમાં કરી દેવામાં આવી.
– દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં
IAS દંપતી કૂતરાને વૉક કરાવવા માટે આવતા.
– તે દરમિયાન સ્ટેડિયમ માંથી ખેલાડીઓ અને કોચને બહાર કાઢવામાં આવતા હતા.
દક્ષિણ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં
IAS સંજીવ ખિરવાર અને તેમની પત્ની રિંકુ દુગ્ગા (IAS Sanjeev Khrwar and his wife Rinku Dugga) રોજ સવારના 7 વાગે તેમના કૂતરાને વૉક કરાવવા માટે આવતા જેથી સ્ટેડિયમ માંથી ખેલાડીઓ અને કોચને બહાર કાઢવામાં આવતા હતા. આ બાબતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
ગૃહ મંત્રાલયે આ મામલાને ગંભીરતાથી લેતાં
IAS દંપતી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત IAS સંજીવ ખિરવારની ટ્રાન્સફર લદાખમાં કરી દેવાઈ તથા તેમની પત્ની રિંકુની બદલી અરુણાચલ પ્રદેશમાં કરી દેવામાં આવી છે. સંજીવ દિલ્હીમાં રેવન્યુ કમિશ્નરના પદ પર કાર્યરત હતા.
અધિકારી સંજીવ ખિરવારે પોતાના પર લાગેલા આરોપોને ગેરવ્યાજબી ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે તે ક્યારેક કૂતરાને સ્ટેડિયમમાં ફરવા લઈ જાય છે અને એ પણ જયારે ખેલાડીઓ ન હોય ત્યારે. મારા કારણે
રમતવીરોની પ્રેક્ટિસમાં ક્યારેય અવરોધ ઊભો થયો નથી.