Menu Close

રાજ્યનું નાણાકીય વર્ષ 22-23નું બજેટ આજે થયું રજૂ

the-states-budget-for-fy22-23-was-presented-today
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજ રોજ વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રની પેશકશ કરી હતી, તે અંતર્ગત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી: (Finance Minister Kanubhai Desai presented the estimates of the year 2022-2023 today)
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 12240 કરોડની જોગવાઈ (Health and Family welfare Department)
– કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા 4359 કરોડની યોજનાની મંજૂરી (Narmada water in Kutch)
– ગુજરાત રાજ્યમાં પ્રથમ મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે, અને બોટાદ, જામ ખંભાળિયા અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે (The first medical university will be established in the state of Gujarat, and new medical colleges will be built in Botad, Jam Khambhaliya and Verval)
– બાળકો માટે સ્કુલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે, જેમાં વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડેલ સ્કુલ ઉભી કરાશે અને 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે (School of Excellence project will be conducted for children)
– 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, અને દૂધ સંજીવની યોજનાનો લાભ આપવા 1068 કરોડની જોગવાઈ (The benefit of midday meal scheme, food sangam yojna,and milk sanjeev yojna)
– રાઈટ ટુ એજ્યુકેશન માટે 629 કરોડની, યુવા સ્વાવલંબન યોજના માટે 350 કરોડની, અને 11 લાખ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ માટે 205 કરોડની જોગવાઈ (Right to  Education)
– સગર્ભા માતાને બાળકોમાં પોષણ માટે 4 હજારના ખર્ચે વિના મૂલ્યે 1000 દિવસ સુધી પોષણક્ષમ આહાર આપવામાં આવશે, જેમાં 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, અને 1 કિલો ખાદ્ય તેલ આવશે (Pregnant mother will be given 1000 days of nutrition food without cost)
– કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે (Agricultural welfare and Cooperative sector)
– પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી (Crop system)
– બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડની જોગવાઇ અને કમલમ્ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર વિસ્તારમાં વધારા માટે 10 કરોડની જોગવાઈ (Kamalam-Dragon Fruit)
– મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડની જોગવાઈ (Honey Production)
– પશુપાલકો માટે મુખ્યમંત્રી પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ (Chief Minister Nutrition Scheme for animal herders)
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *