ગુજરાતનું વડનગર શહેર, મોઢેરાનું (Modhera) વિખ્યાત સૂર્યમંદિર (sun temple) અને ત્રિપુરામાં આવેલા ઊનાકોટીના કોટિના શિલ્પોને વર્લ્ડ હેરિટેજ world heritage સાઈટ જાહેર કરવામાં આવી છે. દર વર્ષે UNESCO આ યાદી જાહેર કરતું હોય છે જેમાં ભારતના આ વધુ ત્રણ સ્થળોનો સમાવેશ થાય છે.
આ સાથે જ ભારતમાં UNESCO દ્વારા જાહેર થયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંખ્યા 52 થઇ ગઈ છે.
આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે. જેનું ધ્યાન UNESCO દ્વારા રાખવામાં આવે છે.
વડનગર શહેર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. વડનગર એ એક ઐતિહાસિક નગર છે. ઇતિહાસ પ્રમાણે તેના પર 2700 વર્ષ પુરાણો વસવાટ થતો આવ્યો છે.
સમય જતા શહેરનો વિકાસ થતો જ રહ્યો છે. શહેરમાં ઐતિહાસિક કિલ્લેબંધી ધરાવતી વસાહત, અંતરિયાળ બંદર, શેલ અને મણકાના ઉદ્યોગો, મધ્યયુગીન નગર, ધાર્મિક કેન્દ્રો, અને વેપાર માર્ગો રહેલા છે.
UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ગુજરાતની વધુ એક સાઈટ ઉમેરાઈ છે. જે મોઢેરાનું સૂર્યમંદિર છે. મોઢેરા ખાતે આવેલું સૂર્યમંદિર મેહસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે. જે રૂપેણ નદીની ઉપનદી પુષ્પાવતીને કાંઠે વસેલું છે.
સૂર્યમંદિર (Sun Temple) મારુ-ગુર્જર શૈલીમાં બાંધવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મંદિર એટલે ગર્ભગૃહ, ગધામંડપ નામનો હોલ, સભામંડપ અથવા રંગમંડપ કહેવાતો એસેમ્બલી હોલ અને રામકુંડ નામનો પવિત્ર કુંડ આવેલો છે. આ મંદિરને તેજસ્વી પીળી રેતીના પથ્થરથી બનાવવામાં આવ્યું છે.
ત્રીજી જાહેર થયેલી સાઈટ છે ઊનાકોટી, જે ત્રિપુરાના ઉત્તરપૂર્વીય ક્ષેત્રોમાં આવેલી છે. ઊનાકોટી શૈવ પૂજા સાથે સંકળાયેલ એક પ્રાચીન અને પવિત્ર સ્થળ છે. આ સ્થળે જંગલમાં પથ્થરોને કોતરીને વિશાળ શિલ્પો બનાવવામાં આવ્યા છે. આ શિલ્પો માનવસર્જનાત્મક પ્રતિભાની સૌથી શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે.