આજરોજ ફીઝીયોથેરાપી વિભાગની પ્રવેશ પ્રક્રિયા માટે સરકારી કોલેજની ખાલી રહેલ સિટો ભરવામા આવે તે માટે ABVP અને ફીઝીયોથેરાપીનાં વિધાર્થીઓ (Physiotherapist Students) દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામા આવ્યું હતું.
હાલ MSU ખાતે ફીઝીયોથેરાપીનાં એડમિશન (Admission Process) ચાલી રહ્યાં છે, તેમાં સરકાર હસ્તકની 5 કોલેજોમાં 60-70 જેટલી સીટો ખાલી છે, અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન ચાલુ થયુ છે. આજે તેનાં વિરોધમાં ABVP અને ફીઝીયોથેરાપીનાં વિધાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર હસ્તકની 5 કોલેજોમા ખાલી રહેલ 60-70 સીટોને ઓફલાઇન પદ્ધતિથી અથવા તો ઓનલાઇન પદ્ધતિથીના માધ્યમથી એડમિશન આપવામાં આવે.
ABVP અને ફીઝીયોથેરાપીનાં વિધાર્થીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે તેઓની માંગો સ્વીકારવામાં ન આવે તો આગળ ઉગ્ર આદોલન કરવામાં આવશે.
For more updates follow Netafy.