ગત 21 જૂને ઉમેશ કોલ્હે(Umesh Kohle) નામના એક 50 વર્ષના કેમિસ્ટની નિર્મમ હત્યા મહારાષ્ટ્રનાં(Maharashtra) અમરાવતી ખાતે કરવામાં આવી હતી. આ હત્યા લૂંટના ઇરાદે થઈ હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા ઉપજાવી કાઢવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ કોઈના દબાણમાં કામ કરે છે. અમે ગૃહ મંત્રાલયને ચિઠ્ઠી લખી ફરિયાદ કરતા હવે સાચું સત્ય બહાર આવશે. આવા ગંભીર આક્ષેપો અમરાવતીના સાંસદ નવનીત રાણા દ્વારા કરવામાં આવ્યા હતા.
હમણાં જ રાજસ્થાનનાં ઉદયપુરની હત્યાના(Udaipur murder case) મામલાની તપાસ NIA ને સોંપવામાં આવી છે એ જ પ્રમાણે અમરાવતીનાં કેમિસ્ટ – હત્યા કેસની(Amravati chemist murder case) તપાસ પણ NIA જ કરશે.
સરકાર શ્રીના સૂત્રો દ્વારા ટ્વીટ કરાયા મુજબ, મેડિકલ સાધનોના વેપારી ઉમેશ કોલ્હેની હત્યા સંબંધમાં NIA દ્વારા કેટલીક વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ હત્યા પાછળ ષડયંત્ર કોણે રચ્યું અને એની પાછળ બહારના અન્ય દેશ તત્વોનો દોરી સંચાર છે કે કેમ! તેની પણ સઘન તપાસ થશે.