વડાપ્રધાન નરેન્દ્રભાઈ (PM Narendrabhai Modi)મોદી વડોદરાની મુલાકાતે આવવાનાં હોવાથી તેમનાં કાર્યક્ર્મના સભા સ્થળ (Leprosy Ground), રોડ શોનાં રૂટ અને એરપોર્ટ ખાતે આજે ભાજપ (BJP) નાં આગેવાનો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાની મુલાકાતે આવવાનાં છે.
જેમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય રોડ શો સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોડ શો તથા વિવિધ કાર્યક્રમમાં અંદાજે 4 થી 5 લાખની જનમેદની ઉપસ્થિત રહેવાની છે.
તે દરમ્યાન પ્રજાજનોને કોઈ અગવડ ન પડે, તેમજ રોડ તથા પાર્કિગની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આજે ભાજપનાં નેતાઓ અને પદાધિકારીઓ દ્વારા રોડશોનો રૂટ અને લેપ્રસી ગ્રાઉન્ડ (Leprosy Ground)ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ (Bhargavbhai Bhatt), સાંસદ રંજનબેન ભટ્ટ (Ranjanben Bhatt), મેયર કેયુરભાઈ રોકડીયા (Mayor Keyurbhai Rokadia), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્રભાઇ પટેલ (#Standing Committee Chairman Dr. Hitendrabhai Patel), શહેર ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈ શાહ (Dr. Vijaybhai Shah), મ્યુ. કમિશ્નર શાલિનીબેન અગ્રવાલ (Municipal Commissioner Shaliniben Agrawal), ભાજપ નેતા ભરતભાઈ ડાંગર (Bhartbhai Danger) સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
For more news click on Netafy-News Vadodara.