Menu Close

Rajiv Ghandhi Death Anniversary In Vadodara: સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

Vadodara congress arranged wreath ceremony for Rajiv ghandhi death anniversary in vadodara netafy news

આજરોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ (Rajiv Ghandhi Death Anniversary) નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ (Vadodara Congress) દ્વારા શહેરના લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.રાજીવગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના દાંડિયાબજાર સ્થિત લકડીપુલ (Dandia Bazar lakdiapul) ખાતેના કોંગ્રેસ કાર્યાલયે સ્વ. રાજીવગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી યાદ કરવામાં આવ્યા હતાં.

કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી એ જણાવ્યું કે, 21મી મે,1991ના દિવસે એક સભાને સંબોધવા જતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની શ્રી પેરામ્બદુર ખાતે LDDE ના ઉગ્રવાદીઓ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

રાજીવ ગાંધી નિખાલસ નેતા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર જ્યારે જનતા માટે એક રુપિયો મોકલે છે, પરંતુ તેઓ સુધી ફક્ત પંદર પૈસા પહોંચે છે આવું સ્પષ્ટ કહેનાર નેતા રાજીવ ગાંધીએ દેશના લોકોના ભવિષ્ય માટે કોમ્પ્યુટર, ટેકનોલોજી, ટેલીકોમ ક્ષેત્રે મોબાઇલ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

આવા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરની તમામ પાંચેય વિધાનસભામા છાસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી (Congress Pramukh Rutvij Joshi), વિપક્ષી નેતા અમીબેન રાવત (Opposittion Leader Amiben Ravat) , પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (Chandrakant Shrivastav), નરેન્દ્ર રાવત (Narendra Ravat), મ્યુનિ. કાઉન્સિલરો જહાભાઇ (Jaha Bharwad), હરેશભાઇ પટેલ (Haresh Patel), પુષ્પાબેન વાઘેલા (Pushpaben Vaghela) તથા પદાધિકારીઓ, ઉપસ્થિત રહ્યાં હતાં.

 


Follow Netafy News & Stay updated with vadodara local news.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *