અત્રે ઉલ્લેખનીય છે ડેન્ગ્યુના કારણે શહેરના અનેક આશાસ્પદ યુવાનોના મોત નિપજયા છે, છતાં આરોગ્ય તંત્રની ઉદાસીનતા શહેરના અન્ય લોકોનો ભોગ લે તો નવાઈ નહી. આજે પરિસ્થિતિ એ છે કે ખાનગી તથા સરકારી હોસ્પિટલ માં નાં બેડ ભરાઈ રહ્યા છે અને નવા કેસો આવતાં જાય છે.
કોર્પોરેશન નાં તંત્રને શહેરમાંથી ગંદકી દૂર કરવા અને મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા નિર્ણાયક પગલાં લેવાની તાકીદે જરૂર પડી છે. શહેરમાં પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેમજ ગટર ઉભરાવા જેવી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ આવે તે અંગે તંત્રએ સજાગ રેહવું પડશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુ વધારે ઝડપથી પ્રસરી રહ્યો છે અને વધુ ઘાતક અને જીવલેણ બન્યો છે.
અત્યાર સુધીમાં સરકારી ચોપડે 445 થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાઈ ગયા છે અને ખાનગી હોસ્પિટલમાં રોજના 300 જેટલા કેસો આવી રહ્યા છે.