Menu Close

Vadodara Deputy Collector Jayvir Gadhvi Clear UPSC: વડોદરાના ડેપ્યુટી કલેક્ટર જયવીર ગઢવીએ પાસ કરી UPSC, કહ્યું ‘IAS બનવું મારી પ્રથમ પસંદગી’

Vadodara-Deputy-Collector-Jayvir-Gadhvi-clear-UPSC-said-Becoming-IAS-is-my-first-choice-netafy-news.

– UPSC પાસ કરી જયવીરે દેશમાં 341મો ક્રમાંક પ્રાપ્ત કર્યો.
– GPSC પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બન્યા બાદ હવે તેમની પહેલી પસંદ IAS અને ત્યાર બાદ IPS બનવાની છે.
– સફળતાનો શ્રેય તેમની મહેનત, તેમના પરિવાર, શિક્ષકો અને મિત્રોને આપ્યો.

કહ્યું, સરકાર મને જે પણ જવાબદારી સોંપશે તેને હું નિષ્ઠા પૂર્વક નિભાવીશ

UPSC ના જાહેર થયેલા પરિણામોમાં શહેરના 25 વર્ષીય ડેપ્યુટી કલેક્ટર જયવીર ભરતદાન ગઢવીએ UPSC પરીક્ષા ક્લિયર કરી છે. (Vadodara Deputy Collector Jayvir Gadhvi Clear UPSC exam)

જયવીર કચ્છના માંડવી તાલુકાના વિંગડિયા ગામના છે.

GPSC પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બન્યા બાદ હવે તેમની પહેલી પસંદ IAS અને ત્યાર બાદ IPS બનવાની છે. તેઓએ દેશમાં 341મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

તેમણે સ્પીપામાંથી આ પરીક્ષાની તૈયારી કરી હતી તેમજ જણાવ્યું કે, મને મારી મહેનતનું પરિણામ મળ્યું છે. સરકાર મને જે પણ જવાબદારી સોંપશે તેનું હું નિષ્ઠા પૂર્વક પાલન કરીશ. આ પરીક્ષા ક્લિયર કરી હું એટલો આનંદ અનુભવું છું કે તેને શબ્દોમાં જણાવી શકતો નથી.

જયવીરે પોતાની સફળતાનો શ્રેય તેમની મહેનત, તેમના પરિવાર, શિક્ષકો અને મિત્રોને આપ્યો.

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *