સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા યોજાયેલ સ્ટ્રીટ પિપલ ચેલેન્જ સ્પર્ધામાં વડોદરાને વિશેષ એવોર્ડ આપવાની સાથે “નર્ચરીંગ નેબરહુડ ચેલેન્જ” માં પણ ટોપ 10 સીટીમાં સ્થાન મળ્યું છે.
પાલિકાએ વડસર ખાતે આંગણવાડીને રિનોવેઇટ કરી બાળકોને રમવા માટે જગ્યા વિકસાવી, તેમના માટે સાઇકલ ટ્રેકનું આયોજન તથા જે બાળકોને રમવા માટે ઘર પાસે જગ્યા ન હોય તેમના માટે “રમત રથ” તૈયાર કર્યો.
સ્ટ્રીટ પિપલ ચેલેન્જમાં કોરોનાકાળ પછીના સમયમાં પગપાળા અને સાઇકલ પર આવનજાવન કરતા લોકો માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડતા વિસ્તારો વિકસાવવાની સ્પર્ધા હતી.
તથા “ધ નર્ચરીંગ નેબરહુડ ચેલેન્જ” નો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ શહેરોના આયોજન અને વિકાસમાં (0-5 વર્ષના બાળક) ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટના પ્રોજેકટો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હતો.
સ્ટ્રીટ પિપલ ચેલેન્જ સ્પર્ધામાં ઔરંગાબાદ, બેંગાલુરુ (Bengaluru), ગુરુગ્રામ, કોચી, કોહીમા, નાગપુર, પીમ્પરી ચીંચવાડ, પુને ,ઉદેપુર, ઉજ્જૈન અને વિજયવાડા શહેર વિજેતા જાહેર થયા હતા.
જયારે ઇનફાલમાં કરનાલ,સીલવાસા અને વડોદરાને સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
નર્ચરીંગ “નેબરહુડ ચેલેન્જ” (Neighborhood Challenge) માં વિજયી શહેરોમાં બેંગાલુરુ (Bengaluru), હ્યુબલ્લી ધરવાદ (hubli Dharwad), ઇન્દોર (Indore),જબલપુર (Jabalpur), કાકીનદા (kakinda), કોચી (Kochi), કોહીમા (Kohima), રોર્કેલા (Rokela), વડોદરા (vadodara) અને વારંગલ (Warangal) નો સમાવેશ થયો.
આ ચેલેન્જ અંતર્ગત શહેરમાં એવા રસ્તાઓ વિકસાવવામાં આવ્યા જેમાં પગપાળા જતા અને સાઇકલ પર જતા લોકોની સંખ્યા વધે અને અન્ય વાહનોનો ઉપયોગ ઓછો થાય. આ સ્પર્ધાના પ્રથમ સ્ટેજમાં વડોદરા પાસ થયું હતું.
દેશના 107 સ્માર્ટ સિટી શહેરો પૈકી દેશભરના 30 શહેરોએ આ ચેલેન્જનો પહેલો રાઉન્ડ પાસ કર્યો હતો.
ગુજરાતમાં આ સ્પર્ધામાં માત્ર બે વડોદરા અને સુરતની પસંદગી થઈ હતી. જ્યારે મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ,ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ‘‘ધ નર્ચરીંગ નેબરહુડ ચેલેન્જ’’નું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં બાળકોને રમતગમતની પ્રવૃત્તિ માટેની જગ્યાઓ વિકસીત કરવાનુ આયોજન મહાનગર પાલિકાઓએ કર્યું હતું તે તમામ પ્રોજેક્ટો આ ચેલેન્જમાં રજુ કરાયા હતા.
આ ચેલેન્જમાં ભારતના તમામ મહાનગરપાલિકા, ડેવલોપમેન્ટ ઓથોરીટીઝ, સ્માર્ટ સીટીઝ તેમજ 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોએ ભાગ લીધો હતો.
આ ચેલેન્જના પ્રથમ તબકકામાં 20 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. અને પસંદગી પામેલ શહેરોને મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટના પાઈલોટ પ્રોજેકટો માટે 6 મહિના ટેકનીકલ સપોર્ટ બિલ્ડીંગ ગાઈડન્સ આપવામાં આવી હતી. તેમજ બીજા તબકકામાં પ્રથમ તબકકામાં પસંદ થયેલા 20 શહેરો પૈકીના 10 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.
For more Vadodara local news download netafy app now.