અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિન નિમિત્તે
વડોદરા મનપા દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.
જેમાં શહેરના મેયર કેયૂર રોકડીયા, ડે. મેયર નંદાબેન જોષી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમી રાવત સહીત કોર્પોરેટરો તથા અધિકારીઓએ હાજરી આપી.
મેયરે જણાવ્યું કે નાગરિકોને પ્રાથમિક સુવિધા પહોંચાડવી જેમ કે રસ્તા, પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સેવાઓ યોગ્ય રીતે આપવી તે સ્થાનિક સંસ્થાઓની ફરજ છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માર્ગદર્શનમાં જેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેવા સી ડી બરફીવાલાજીના જન્મદિવસે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિન ઉજવવામાં આવે છે.