મહાનગર પાલિકા(Municipal Corporation) પાસે જથ્થબંધ લાકડાનો ઢગલો ખુલ્લા વાતાવરણમાં પડી રહ્યો છે અને હમણાં વરસાદની ઋતુ ચાલી રહી છે. જો આમજ લાકડા ખુલ્લા પડ્યા રહશે તો વરસાદમાં ભીના થઇ જશે તો શું એ લાકડા સ્મશાનમાં કામ લાગશે ખરા? તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયાં છે. કોર્પોરેશન પાસે ડમ્પરો છે તેમજ મોટી ગાડીઓ છે તો તેનો ઉપયોગ કરી ખુલ્લા લાકડાને જેતે સલામત સ્થળે તેમજ સ્મશાનમાં યોગ્ય રીતે ખસેડવામાં આવે અથવા આ લાકડાનો યોગ્ય નિકાલ લાવે.
એક તરફ સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે,વડોદરામાં જે તે જગ્યાએ ઝાડ વૃક્ષ ધરાશાય થાય છે તેને ટ્રિમીંગ કરીને કટિંગ કરવામાં આવે છે તેને આટલાદરા મુજમહુડા સેન્ટર સ્ટોર ખાતે સ્ટોક કરવામાં આવે છે. તેમજ વરસાદમાં લાકડાઓ ભીના ના થાઇ અને જો લાકડાઓ ભીના થાય અને સ્મશાનમાં કામ ના લાગે તે માટે લાકડાઓ જે તે જગ્યાએ જરૂર હોય જેમ કે સ્મશાનમાં અથવા તો અન્ય જગ્યાએ તે લાકડાઓ પહોંચાડવામાં આવે તેનો ઈજારો આપવામાં આવેલ છે વહેલી તકે આ કામ પૂરું થશે.
જયારે બીજી તરફ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે ચેરમેન કરી રહ્યા છે કે ઇજારો આપવામાં આવ્યો છે એ વાત તદ્દન ખોટી છે આવો કોઈ ઈજારો આપવામાં આવ્યો નથી. કોર્પોરેશન પાસે જો ડમ્પરો તેમજ ગાડીઓ છે તો જે સ્મશાનમાં લાકડાની જરૂર છે તે સ્મશાનમાં ડમ્પરો તેમજ ગાડીઓ દ્વારા વહેલી તકે લાકડાઓ પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી.