વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો “ગતિ શક્તિ” રાષ્ટ્રીય માસ્ટર પ્લાન
વડાપ્રધાન મોદીએ આજે મલ્ટી મોડલ કનેક્ટિવીટીને ધ્યાનમાં રાખીને બધીજ યોજનાઓ ભેગી કરીને લોન્ચ કર્યો “ગતી શક્તિ” માસ્ટર પ્લાન. જે અંતર્ગત 16 મંત્રાલયોને એક જ પ્લેટફોર્મ પર રાખીને કામ કરવામાં આવશે. જેથી હવે આવનારા દિવસોમાં દેશને મોટા ફાયદાઓ થશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આવનારા 25 વર્ષના સમય માટે તેઓ વિકાસનો પ્લાન મુકી રહ્યા છે.
– આ યોજના અંતર્ગત વર્ષ 2024-25 સુધીમાં એરપોર્ટ/હેલિપોર્ટ/વોટર એરોડ્રોમની સંખ્યા વધારીને 220 કરવામાં આવશે.
– 2027 સુધીમાં દેશના દરેક રાજ્યોને નેચરલ ગેસ પાઇપલાઇન સાથે જોડવામાં આવશે.
– નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાં 2024-25 સુધીમાં 11 ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવામાં આવશે.
To know more information download Netafy App