વડોદરા, પાણીગેટ પાસે યુવતીઓની છેડતી કરતા 3 રોમિયોને પોલીસની શી ટીમે (Vadodara SHE TEAM) ઝડપી પાડ્યા
પાણીગેટ પોલીસની શી ટીમે ટ્રેપ ગોઠવી 3 દિવસે રોડ રોમિયોને (Panigate police team set a trap and caught Road Romeo) પકડ્યા, સાથે બે બાઈક ચોરીના ગુના પણ કબૂલ્યા
પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલી વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારની રસ્તા પર આવતી જતી યુવતીઓને સીટી મારી હેરાન કરવી તથા શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદો પાણીગેટ પોલીસને મળી જેના આધારે પોલીસની શી ટીમે આવા રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી.
જેમાં 3 દિવસની મહેનત બાદ બાઇક પર આવેલા ત્રણ નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. કે.ટી પરમાર સમગ્ર ટ્રેપનું મોનીટરીંગ કરી રહ્યા હતા.
પોલીસે વૈકુંઠ પાસેના મેદાનમાં સાદા કપડામાં શી ટીમની મહિલા પોલીસ સાથે આસપાસની ઝાડીઓમાં પોલીસ જવાનોને ઉભા રાખ્યા હતા.
જે દરમિયાન એક બાઇક પર ત્રણ યુવાનો આવ્યા અને સાદા પહેરવેશમાં પસાર થતી મહિલા પોલીસની સીટી મારી છેડતી કરી હતી.
ત્યાં જ બાઇક સવાર ત્રિપુટીની મહિલા પોલીસની ટીમે દબોચી પકડી પાડ્યા હતા.
પૂછપરછમાં પકડાયેલા રોમિયો હિતેશ ચંદુભાઈ રાઠોડ (રહેઠાણ, સાઈનાથ નગર,ગાજરાવાડી), રોહિત રાઠોડિયા (રહેઠાણ, ગણેશ નગર ડભોઇ રોડ ) અને ભરત દાંતાણી (રહેઠાણ, ગણેશ નગર ડભોઇ રોડ) હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓએ પાણીગેટ અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી 2 વાહનો ચોરી કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી.
For more updates download netafy app.