Menu Close

જરૂરતમંદને આત્મનિર્ભર બનાવવા વડોદરામાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો, વચેટિયાઓને કાપી લાભાર્થીઓને સીધો લાભ આપવા સાધન-સહાયનું વિતરણ

welfare-camp-held-in-vadodara-to-make-needy-people-self-reliant

આજ રોજ વડોદરાનાં સયાજીનગર ગૃહમાં (Vadodara sayaji nagar gruh) રાજ્ય સરકારે 12મા વાર્ષિક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું. (PMGKY)

વચેટિયાઓને કાપી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચાડવા સ્વરોજગારીના સાધનો, દરજીકામ, ભરતકામ, અથાણાં ઉત્પાદન જેવા વ્યવસાયો માટે યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી હતી.

વડોદરા શહેરી વિસ્તારમાં મેળા પહેલા, મેળા દરમ્યાન અને મેળા પછી કુલ ૧૧,૩૫૫ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં રાજ્યનાં મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી (Cabinet Minister of Gujarat Rajendra trivedi) અને મનીષાબેન વકીલ (Mla Manishaben vakil), સાંસદ રંજનબેન ભટ્ટ (Sansad Ranjanben Bhatt), મેયર કેયુર રોકડીયા (Mayor Keyurbhai Rokadia), ચેરમેન હિતેન્દ્ર પટેલ (Dr.Hitendrabhai Patel), મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner Shaliniben Agrawal), ભાજપનાં મહામંત્રીઓ, અને કાઉન્સિલરો જેવા રાજકીય મહાનુભાવો ઉપસ્થિત હતા.

મેયરશ્રી કેયુર રોકડીયાએ જણાવ્યું કે હવે કોઈ પણ વચેટિયા વગર લાભની રકમો કટકી વગર સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે, અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની અંત્યોદયની વિચારધારા તમામ સ્તરે સાકાર થઈ રહી છે.

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતનાં કેટલાંક ગામોમાં જરૂરતમંદને આત્મનિર્ભર બનાવવા માટે ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયી રહ્યા હતા, જેમનું પ્રારંભ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરાવ્યો હતો.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *