ભાજપ દ્વારા આજ રોજ 160 ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવી છે.
આ યાદીમાં ભાજપમાં અનેક ચાલુ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે.
વડોદરા શહેરમાં અકોટા ધારાસભ્ય સીમાબેન મોહિલે અને રાવપુરા ધારાસભ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ટિકિટ કાપી નાખવાના આવી છે. પરંતુ પાર્ટીને અહી કોઈ પરેશાની નથી.
પરંતુ આ યાદીમાં અપેક્ષા મુજબ વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખવામાં આવી છે.
કહેવાય છે કે પાર્ટીએ મધુ શ્રીવાસ્તવનો વિકલ્પ શોધવાનું તો ક્યારનું ચાલુ કરી દીધું હતું પરંતુ યોગ્ય વિકલ્પના અભાવે વાઘોડિયાની બેઠક પાર્ટી ગુમાવવા માગતી ન હતી.
ભૂતકાળમાં પારુલ નાં જયેશ પટેલ પણ તેમના વિકલ્પ તરીકે જોવાતા હતા. અને તેને લીધે જ ભાજપમાં તેમને સ્થાન પણ આપવામાં આવેલ હતું. પરંતુ તેમના પર થયેલ કેસના લીધે પાર્ટીએ તેમનાથી કિનારો કરી લીધો.
ત્યાર બાદ ગત ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ એક સક્ષમ વિકલ્પ તરીકે જોવાતા હતા પરંતુ તેઓ અપક્ષ હારી ગયા હતા. પરંતુ આ વખતે ભાજપે અશ્વિન પટેલને મધુ શ્રીવાસ્તવનાં વિકલ્પ તરીકે પસંદ કર્યા છે.
જેથી બાહુબલી ધારાસભ્યએ સમર્થકો સાથે ભેગા થઈને એક જાહેર બેઠક કરી હતી. આ બેઠકમાં સમર્થકો ઉગ્ર બનતા ધારાસભ્યને અપક્ષ ચૂંટણી લડવા હાકલ કરી હતી.
મધુ શ્રીવાસ્તવ દ્વારા પાર્ટી પર દબાણ લાવી ટિકિટ બદલવાની માંગ કરવામાં આવશે. અને જો આમ નહીં થાય તો તેમણે કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ અથવા અપક્ષ લડીને પણ જીતવાનો ઈશારો આપી દિધો છે.
હવે એજ જોવાનું છે કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડે છે કે કોઈ પાર્ટીનો સંપર્ક કરી અન્ય પાર્ટી માંથી ચૂંટણી લડે છે.
150નાં લક્ષ્યાંક સાથે ચાલતી ભાજપ પોતાની સીટ ગુમાવે એ પરવડે તેમ નથી. પાર્ટી હવે શું ડેમેજ કન્ટ્રોલ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે.