“વિરોધી માનસિકતા વાળાઓ જેમને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય, તેમણે જે દેશ કે રાજ્યનું શિક્ષણ ગમે ત્યાં ચાલ્યા જવું જોઈએ”- શિક્ષણમંત્રી, જીતુ વાઘાણી (Jitu Vaghani “Those people who do not like the school education in Gujarat should collect their children’s certificates and go to whichever state or country they like)
દિલ્હીનાં શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાનો પલટવાર – બહાર જવાની જરૂર નથી, ‘આપ’ આવશે શિક્ષણ આપશે ( (AAP-Education Minister Manish Sisodia said in a tweet that no need for people to leave Gujarat as his party AAP will come to power in the state and provide Delhi like education)
શું આપને લાગે છે કે ગુજરાત કરતા દિલ્હીમાં વધારે સારું શિક્ષણ અપાઈ રહ્યુ છે?
ગુજરાત અને દિલ્હીના શિક્ષણને લઈને બંને રાજ્યોના શિક્ષણમંત્રીઓ વચ્ચે તુંતું મૈમૈ ચાલી રહી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કરતા નિવેદન આપ્યું હતું કે જે લોકોને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે બીજા રાજ્યમાં જઈ શિક્ષણ લઈ શકે છે તેવા બેફામ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.
આજે તેમને મીડિયામાં ખુલાસો કરતા કહ્યું કે મારા નિવેદનને તોડી મરોડીને મૂકવામાં આવ્યું છે.
પલટવાર કરતા દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ જીતુ વાઘાણીને આડે હાથ લેતા કહ્યું છે કે શિક્ષણમંત્રી ગુજરાતના લોકોને ધમકી આપી રહ્યા છે. ગુજરાતની જનતાએ બહાર શિક્ષણ લેવા જવાની જરૂર નથી. ગુજરાતમાં AAPની સરકાર આવશે અને દિલ્હીથી પણ સારું શિક્ષણ આપીશું.
For more updates you can follow Netafy.