ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરે છે, તેણે 1 માર્ચથી સમગ્ર ભારતમાં તાજા દૂધના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. તેમજ બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. (GCMMF which markets milk and milk products under Amul brand has increased the price of fresh milk across India by Rs-2 per liter since 1st March)
દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુ પર ભાવ વધારાનો વિરોધ કરવાના ઉદ્દેશ્ય સાથે આજ રોજ યુથ કોંગ્રેસનાં પદાધિકારીઓ દ્વારા બરોડા ડેરીની બહાર ધરણાં યોજાયા હતા. યુથ કોંગ્રેસનાં આગેવાનોનો દાવો છે કે બરોડા ડેરી દ્વારા પેહલા પણ ₹4 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
યુથ કોંગ્રેસે ડેરીનાં અધિકારીઓને આવેદનપત્ર આપ્યું અને આંદોલનની ચીમકી આપી. ડેરીના ગેટની બહાર પોલીસ બંદોબસ્ત હાજર હતો અને સેક્યુરીટી ગાર્ડ્સ પણ તૈનાત હતાં.
ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને પશુઆહારના ખર્ચમાં વધારાને કારણે આ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે ઓપરેશન અને દૂધ ઉત્પાદનના એકંદર ખર્ચમાં વધારો થયો છે.
અમૂલની નીતિયોં પ્રમાણે દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે, જેથી તેઓના માટે લાભદાયી ભાવ ટકાવી રાખવામાં અને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ મળે છે.